CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૫ માટેનું ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૧૦-૧૨-૨૦૨૫ થી શરુ થયેલ છે જે તા. ૨૧-૧૨-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
ખાસ સુચના: પ્રથમ રાઉન્ડ/બીજા/ત્રીજા /ચોથા રાઉન્ડ ના અંતે જે બાળકો એ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને મેરીટ માં આવેલ નથી તે તમામ બાળકો પાંચમાં(૫) રાઉન્ડના મેરીટ માં સ્થાન મેળવવા માંગતા હોવ તો ફરજીયાત પાંચમાં(૫) રાઉન્ડમાં નવેસરથી ચોઈસ ફીલિંગ કરવાની રહેશે (અગાઉના એક પણ રાઉન્ડની ચોઈસ માન્ય રહેશે નહિ). રાઉન્ડ-૫ના મેરીટ ડીકલેરેશન વખતે રાઉન્ડ-૫ માં કરેલ ચોઈસ જ ફાઈનલ ઘણી તે મુજબ રાઉન્ડ-૫ નું મેરીટ ડીકલેર કરવામાં આવશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-3 માટેનું ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૧૧-૦૮-૨૦૨૫ થી શરુ થયેલ છે જે તા.૨૩-૦૮-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 ની મેરીટમાં સમાવિષ્ટ બાળકોની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૧૯-૦૮-૨૦૨૫ થી શરુ થયેલ છે જે તા.૨૩-૦૮-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યે બંધ કરવામાં આવશે.
CET-2025 પોર્ટલમાં જે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન/એપ્રુવલ/ચોઈસ ફીલિંગ પ્રક્રિયા બાકી છે તેવા તમામ વિદ્યાર્થી/વાલીએ કામગીરી તારીખ ૩૦-૦૪-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૨ માટેનું ચોઈસ ફીલિંગ આજે તા. ૨૩-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા તા. ૨૭-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૨ માટેનું ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૦૪-૦૭-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 ના બાળકોને પ્રવેશ માટે વધુ એક તક
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 માં મેરીટ યાદીમાં સમાવિષ્ટ અને તે વર્ષે યોજનાના લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારીખ: 04-07-2025 પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી છે.
CET 2023 (હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતા) તથા CET 2024 (હાલ ધોરણ-7 માં અભ્યાસ કરતા) એવા તમામ વિદ્યાર્થીઓ,
૧) જેમને અગાઉ કોઈ યોજના હેઠળ પ્રવેશ મળ્યો ન હોય,
૨) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધોલ ન હોય,
૩) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધેલ ત્યારબાદ પ્રવેશ જતો કરેલ
ઉપર મુજબની તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્ટીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્ટીયલ સ્કૂલ, તથા રક્ષાશક્તિ સ્કૂલ માં આ વર્ષે ખાલી પડેલી જગ્યાઓ માટે સીધો પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ: 04-07-2025 શરુ કરવામાં આવેલ છે જે તારીખ: 20-07-2025 સુધી શરુ રહેશે.